અંકલેશ્વર તાલુકા ના સુરવાડી ગામ ના પરમાર ફળીયા માંથી શહેર એ ડિવિઝન પોલીસે રૂ.19 હજાર ઉપરાંત ના ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ની ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને મોબાઈલ મળી રૂપિયા 20 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી સુરત ના એક ઈસમ ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમ્યાન સુરવાડી ગામ ના પરમાર ફળીયા માં રહેતો દિવ્યેશ હરેશ પરમાર તેના ઘર માં ગાંજાનો જથ્થો લાવી છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી .જે માહિતી ના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરતાં ઘર માં સંતાડેલો ગાંજો નો જથ્થો મળી આવ્યો હતો ,પોલીસે દિવ્યેશ પરમાર ની ધરપકડ કરી .ઘર માંથી રૂપિયા 19 હજાર 900 નો ગાંજાનો જથ્થો અને 500 રૂપિયાનો મોબાઈલ મળી રૂપિયા 20 હજાર 400 નો મુદ્દામાલ કબ્જે કરી દિવ્યેશ પરમાર ની ગાંજા ના જથ્થા અને સઘન પૂછપરછ કરતા તે અંકલેશ્વર થી ત્રણ માં સુરત ગયો હતો અને ત્યાં અશ્વિનીકુમાર વિસ્તાર માં રેલ્વે પાટા પાસે થી કાલીયા નામ ના ઈસમે ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું એ તે નાની પડીકી બનાવી 100 રૂપિયા ના ભાવે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું પોલીસે ગુનો નોંધી સુરત ના કાલીયા નામના ઈસમ ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com