Geo Gujarat News

આમોદ: ઠેર-ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરોના સમાચાર પ્રસિદ્ધ થતા નગરપાલિકા યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાઈ

આમોદ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાતી હોવાના બનાવ બનતા નગરજનો હાલાકી ભોગવી રહ્યા હતા. સમસ્યા અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને નગરજનો દ્વારા રજૂઆત કરાઈ હતી. તદુપરાંત મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હતું. ચીફ ઓફિસર દ્વારા શહેરમાં ઉભરાતી ગટરોને તત્કાલ રીપેર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને લઈ કર્મીઓએ કામગીરી આરંભી હતી. પાલિકાના એસ.આઈ.ના જણાવ્યા મુજબ મારુવાસ વિસ્તારની ગટરમાંથી પ્લાસ્ટિકના બોટલ તેમજ પ્લાસ્ટિકના દડા તેમજ કપડા નિકળેલ હતા. જ્યારે દરબારી હોલ પાસે ગટરની પાઇપોમાંથી પ્લાસ્ટિકની ગ્લાસો, ચમચીઓ તેમજ કંતાન જેવું મટીરીયલથી બુચ વાગી ગયેલ હોવાથી પાણી નિકાલ માટેની પાઇપ બ્લોક થઈ ગયેલ હતી. જેને નગરપાલિકાના ભૂગર્ભ ગટર સફાઈ કામદારો દ્વારા કાઢવામાં આવેલ છે.

અને સાથેજ નગર પાલિકાના એસ.આઈ તરફથી નગર જનોને અપીલ કરી છે, કે તમારા ઘરના ભૂગર્ભ કનેક્શન વાળી જગ્યાએ લોખંડની જાળી મૂકો જેથી આવી વસ્તુઓ પાઇપમા જાય નહીં જેથી નગરજનો તકલીફમા મુકાય નહીં તેમ SI દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી હતી.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *