મહોરમ (તાજીયા) તહેવાર નિમિતે તાજીયા રૂટ વિસ્તારમાં ધાબા ચેકીંગ તેમજ મકાન ભાડુઆત ચેકીંગ કરી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શનના આધારે, ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર ભરૂચ દ્વારા બહાર પાડેલ વિવિધ જાહેરનામાના આધારે, અસામાજીક તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન/દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ તેઓની અસામાજીક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય શકાય તે માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યકિતઓની સચોટ માહિતી મેળવવા અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી નાબુદ કરવા તેમજ મહોરમ (તાજીયા) તહેવાર નિમિતે તાજીયા રૂટ વિસ્તારમાં ધાબા ચેકીંગ તથા પરપ્રાંતિય ઇસમોને મકાન/દુકાનો ભાડે આપી તેઓનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહીં કરતા મકાન/દુકાન માલિકોનું ચેકીંગ કરતા મકાન/દુકાન માલીકોએ ભાડા કરાર નોંધણી ન કરવાવાળા વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૨૦ ગુના ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) ની કલમ મુજબ ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આવનાર દિવસોમાં આવા જાહેરનામા ભંગના અમલીકરણ અંગે એસ.ઓ.જી. ભરૂચ દ્વારા કેસો કરવા સતત પ્રયત્નશીલ રહેશે.