અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અયોધ્યાપુરમ ટાઉનશીપમાં રહેતા 21 વર્ષીય યુવક પ્રવીણ પટેલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. પ્રવીણ કલર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હતો. પાડોશીઓએ તેને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતાં તરત જ તેમણે પોલીસને જાણ કરતાં G.I.D.C પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.