Geo Gujarat News

ભરૂચ: પોલીસે આવતીકાલે રવિવારના રોજ નીકળનાર તાજિયા જુલુસને અનુલક્ષી તમામ વાહનોને ડાયવર્ટ કરતું જાહેરનામું બહાર પાડ્યું

ભરૂચ શહેરમાં તાજીયા જુલુસ વિવિધ વિસ્તારોમાંથી નીકળી ફાટા તળાવ ચાર રસ્તા થઈ કતોપોર ઢાળ ખાતે આવેલ મૌલા અલી બાવાની દરગાહ ખાતે સલામી આપવા જાય છે. ત્યારબાદ તમામ તાજીયા કતોપોર બજાર થઈ મોટા ચાર રસ્તા થઈ ફુરજા બંદર ખાતે ઠંડા કરવામાં આવતા હોય, આ તાજીયા જુલુસ દરમ્યાન ફાટા તળાવ – કતોપોર ઢાળ, કતોપોરબજાર – કુરજા રોડ ખાતે જનમેદની એકત્રિત થતી હોવાથી વાહન વ્યવહારને અસર ન થાય તે માટે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ફાટા તળાવથી જુમ્મા મસ્જીદ સુધી, કતોપોર ઢાળથી મોટા બજાર ચાર રસ્તાથી ફુરજા બંદર સુધીનો, ફાટા તળાવથી નગીના મરજીદ, ધોબીવાડ, છીપવાડ ચોકથી મોટા બજાર ચાર રસ્તા સુધીનો, સોનેરી મહેલથી જાલીયા મસ્જીદ, એન્ડ્રુસબાવાની દરગાહ, વલંદા કોઠી અને વડાપાડાથી કતોપોર ઢાળ સુધીનો રસ્તો બે દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. વાહનચાલકોએ પાંચબતી – લલ્લુભાઈ ચકલા – જુનાબજાર – લાલબજાર થઈ જુમ્મા મસ્જિદ, વસંત મીલનો ઢાળ -મદીના હોટલ – નાના નાગોરીવાડ -લાલવાડી – પીરકાંઠી – બરક્તવાડ થઈ ફુરજા પહોંચવાનું રહેશે. તેવી જ રીતે વસંત મીલની ઢાળ – સૈયદવાડ-નાની ડુંગરી- નાની ડુંગરી કબ્રસ્તાન અને મુલતાનીવાડ નાના નાગોરીવાડ – સક્કર તલાવ-ધાસ મંડાઈ થઈ છીપવાડ ચોક, પાંચબત્તી- લલ્લુભાઈ ચકલા -જુનાબજાર- લાલબજાર થઈ જુમ્મા મસ્જીદવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તારીખ 6ના રોજ બપોરના 3 વાગ્યાથી 7મી તારીખે બપોરના 3 વાગ્યા સુધી આ રૂટનો ઉપયોગ કરવાનો રહેેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાના ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારી/અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્નારા મળેલી અખબારી યાદીમાં જણાવાયું હતું.

KETAN MEHTA
Author: KETAN MEHTA

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *