Geo Gujarat News

ભરૂચ: જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી નવીન પટેલને મુક્તિ મળતાં પરિવારમાં આનંદની લાગણી છવાઈ

ભરૂચ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી નવીન ઝીણાભાઈ પટેલને ગતરોજ મુક્ત કરવામાં આવ્યા હતા. કેદી ક્રમાંક 35,359 તરીકે ઓળખાતા નવીન પટેલે જેલમાં 14 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. જેલ અધિક્ષક વી.એમ. ચાવડાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 473 હેઠળ આ મામલે પહેલ કરી હતી. તેમણે જેલ સલાહકાર સમિતિ અને સંબંધિત અધિકારીઓ પાસેથી અભિપ્રાય મેળવ્યો હતો. કેદીના ઉત્તમ વર્તનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે નવીન પટેલની બાકી રહેલી સજા માફ કરવાનો નિર્ણય લીધો હતો. જેલમાંથી મુક્ત થતાં જ તેમના પરિવારજનો અને સ્નેહીજનોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. લાંબા સમય બાદ પરિવાર સાથે મિલન થતાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા. જેલ અધિક્ષકે નવીન પટેલને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટ આપીને વિદાય કરી હતી. સાથે જ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

KETAN MEHTA
Author: KETAN MEHTA

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *