આમોદમાં ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા. ધ્વનિ બ્લડ બેન્ક વડોદરાના સહયોગથી આમલીપુરા કાછીયાવાડ લક્ષ્મીનારાયણ હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે યુવાનો તેમજ આમોદ નગરના જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર રકતદાન કરી ધન્યતા અનુભવી હતી.
રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવાં માટે ધારાસભ્ય ડી.કે.સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી યુવા મોરચાના કાર્યને બિરદાવ્યું હતુ.રક્તદાન શિબિરમાં ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી,મહામંત્રી હિતેશ શાહ,ભાવિક પટેલ, પૂર્વ મહામંત્રી ભીખાભાઇ લીંબચીયા, કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ,આરોગ્ય સમિતિનાં ચેરમેન રશ્મિકા પરમાર,નગરસેવક અક્ષર પટેલ,વિનોદ પટેલ,મહેશ પટેલ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ નગરસેવકોએ પણ રક્તદાન કરી પોતાની સામાજીક જવાબદારી નિભાવી હતી.

યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com