Geo Gujarat News

અલ્યા આ તસ્કરોએ તો ઊંઘ હરામ કરી : સારણ બાદ વાગરામાં હાથફેરો કર્યો!, સાડા પાંચ લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપ્યો

વાગરા પંથકમાં તસ્કરોનો તરખાટ યથાવત? :- સારણ ગામમાં થયેલ ૪૫ લાખની ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાં વાગરામાં ફરી એકવાર તસ્કરોએ ધોળે દિવસે કરતબ અજમાવી પાંચ લાખ ઉપરાંતની મત્તા ઉપર હાથફેરો કરી પોલીસને જાણે પડકાર ફેંક્યો છે. બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી ચોરોનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી છે.

પતિ-પત્ની નોકરીએ ગયા અને ધોળે દિવસેજ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો! :- વાગરા પંથકમાં ચોર ટોળકી ફરી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. એકબાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. વાગરાના હનુમાન ચોકડી વિસ્તારમાં આવેલ ખુશ્બૂ કોમ્પલેક્ષમાં રહેતા તોસિફ ગુલામ મહંમદ સિંધા જેઓ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની પત્ની પણ ત્યાંજ તેઓ સાથે નોકરી કરે છે. ગત તારીખ ૨૭/૦૬/૨૦૨૫ ના રોજ પરિવાર સાથે સાપુતારા ફરવા માટે ગયા હતા. તે વેળાએ પત્નિના સોનાના ઘરેલા તેઓએ વાગરામાં રહેતા તેમના મોટા ભાઈને ત્યાં મુક્યા હતા. જે બાદ ૨૯/૦૬/૨૦૨૫ ના રોજ તેઓ સાપુતારાથી વાગરા પરત ફર્યા હતા. ત્યાર બાદ તારીખ ૦૨/૦૭/૨૦૨૫ ના રોજ તેઓના ભાઈના ઘરે મુકેલા ઘરેણાં તેઓ પરત લઈ આવી હનુમાન ચોકડી સ્થિત ખુશ્બુ કોમ્પલેક્ષમાં તેઓના મકાનમાં તિજોરીના લોકરમાં થેલીમાં રાખી મુક્યા હતા. અને લોકરને તાળું મારી ચાવી બાજુના લોકરમાંજ મૂકી હતી. ત્યાર બાદ તારીખ ૦૫/૦૭/૨૦૨૫ ના રોજ તોસિફ સિંધા નિત્યક્રમ મુજબ ૯ વાગ્યે નોકરી જવા નીકળી ગયા હતા. અને ત્યાર બાદ ૧૦:૩૦ વાગ્યાના અરસામાં તેઓની પત્ની પણ નોકરી જવા ઘરેથી નિકરી ગયા હતા. ત્યાર બાદ લગભગ બપોરે ૧ વાગ્યે તેઓની પત્ની ઘરે જમવા માટે ગયા હતા. થોડીક વાર બાદ તોસિફ સિંધા પણ ઘરે જમવા ગયા હતા. ત્યારે તેઓની પત્નીએ તેમને જણાવ્યું હતું, કે હું ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ જ હતો. મેં લોક ખોલી ઘરમાં પ્રવેશી તો ઘરની લાઈટ ચાલુ હતી. જેથી મેં તુરંતજ તિજોરીમાં તપાસ કરતા મારુ પર્સ ખુલ્લું જણાયું હતુ. અને હું લોકર ખોલવાની ટ્રાય કરું છું. પણ લોકર ખુલતું નથી.

સારણની જેમ વાગરાના આ બનાવમાં પણ ચોરો બારીમાંથી પ્રવેશ્યા!:- તોસિફ ભાઈએ તરતજ બીજા લોકરમાંથી ચાવી કાઢી ઘરેણાં મુકેલ હતા. તે લોકર ખોલી થેલીમાં તપાસ કરતા તેઓએ મુકેલા ઘરેણાં ગાયબ જણાતા બંને પતિ-પત્ની ચોંકી ઉઠ્યા હતા. તેઓએ ઘરમાં તપાસ કરવા છતાંય ઘરેણાં મળી આવ્યા ન હતા. જેથી ૧૦:૩૦ થી ૧ વાગ્યા વચ્ચેના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેઓના ઘરની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનો એહસાસ થયો હતો. તેઓની તિજોરીમાં રાખેલ સોનાનો હાર, પાટલા, સોનાની ચેન સહિતના ૭ તોલા વજનના સોનાના ઘરેણાં જેની કિંમત ૫ લાખ ૫૬ હજારની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. અહીં નોંધનીય બાબત એ છે, કે સારણ ગામે થયેલ ચોરીના બનાવમાં પણ તસ્કરો બારી વાટેજ ઘરમાં ઘૂસ્યા હતા. સેમ તરકીબ આ બનાવમાં પણ વાપરવામાં આવી છે. બનાવને પગલે વાગરા પોલીસે બનાવવારી જગ્યાએ સ્થળ તપાસ કરી, આસપાસના CCTV ફૂટેજ ચેક કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે, કે ધોળે દિવસેજ તસ્કરોએ ચોરીની કરતૂટને અંજામ આપતા નગરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

વાગરા પંથકમાં છેલ્લા 3 દિવસમાં બે અલગ-અલગ બનાવમાં 50 લાખ ઉપરાંતની ચોરી! :- નોંધનીય છે, કે વાગરા પંથકમાં ફરી એકવાર ચોર ટોળકીએ પ્રજા સહિત પોલીસની પણ ઊંઘ હરામ કરી મૂકી છે. એકબાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. ગત ૩ જીએ પણ તસ્કરોએ સારણ ગામેં બારી વાટે તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. અને ઘરમાં પરિવાર સૂતો હોવા છતાંય બિન્દાસ ૪૫ લાખની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેનો ભેદ હજુ ઉકેલાયો નથી. ત્યાં બીજી ઘટનાએ પોલીસને કામે લગાડી છે.

રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ ઉઠી :- ત્યારે ૩ દિવસના ટૂંકા ગાળામાંજ બીજી સાડા પાંચ લાખની ચોરીની ઘટનાએ વાગરા પંથકમાં ભારે ચકચાર મચાવી છે. એકબાદ એક ચોરીની ઘટનાને પગલે નગરજનો પણ ચિંતિત બન્યા છે. તેવામાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ લોકમાંગ ઉઠી રહી છે. ત્યારે વાગરા પોલીસ ચોર ટોળકીને ઝડપી જેલ હવાલે કરી પ્રજાને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *