Geo Gujarat News

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.86 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદાના જળસ્તરમાં વધારો

નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની વિપુલ માત્રામાં વધારો થતા તંત્ર દ્વારા હાલ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર સરોવર ડેમમાંથી 3.86 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

જેના પગલે નર્મદા નદીનું જળ સ્તરમાં વધારો થવા પામ્યો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટી સવારે ૭ વાગે ૧૭ ફૂટ નોંધાઈ હતી. હાલ પૂરની કોઈ ચિંતા નહિ હોવાનું જાણવા મળી રહ્યું છે..

સૈફ અલી ભટ્ટી, વાગરા

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *