જન સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નવયુગ વિદ્યાલય જંબુસરમાં રવિવારે ૩૨૨ મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ તપાસ કરાવી અને મફત સારવારનો લાભ લીધો હતો.
નવયુગ વિદ્યાલય જે તેની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી છે, દર મહિનાના પહેલા રવિવારે નિઃશુલ્ક નેત્ર યજ્ઞનું આયોજન કરે છે. આ વખતે પણ મોટી સંખ્યામાં લોકોએ આ સેવાકાર્યનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દર્દીઓ માટે શંકરા આઈ હોસ્પિટલ (મોગર) દ્વારા તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. આશિષભાઈ બારોટે જણાવ્યું કે, દર્દીઓને હોસ્પિટલ લઈ જવાથી માંડીને ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા, મોતિયાનું ઓપરેશન, નેત્રમણી, દવાઓ, ચશ્મા અને પરત જંબુસર લાવવા સુધીની તમામ સેવાઓ સંપૂર્ણપણે મફત રહેશે.
આ પ્રકારના સેવાકીય કાર્યક્રમોથી સમાજના જરૂરિયાતમંદ વર્ગને મોટી રાહત મળે છે. અને આંખની સારવાર જેવી મહત્વની સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ થાય છે. નવયુગ વિદ્યાલય દ્વારા ચાલતી આ પહેલ સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહી છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com