Geo Gujarat News

નેત્રંગ: મુખ્ય ચાર રસ્તાની ચારે તરફ ખાડાઓમાં રોડ ટ્રાફિક પોલીસના જવાનો જીવના જોખમે ટ્રાફિક નિયંત્રણ માટે ઉભા રહેવા મજબુર!!

નેત્રંગ નગરના મુખ્ય ચાર રસ્તા એટલે નેત્રંગથી ડેડીયાપાડા નેત્રંગ-ઝંખવાવ,નેત્રંગ-અંકલેશ્વર,નેત્રંગ-રાજપીલા,નેત્રંગ-રાજપારડી આમ ચારે તરફના રોડ-રસ્તાઓને જોડતો વિસ્તાર એટલે ચાર રસ્તા.ચારે તરફ આવેલ રોડ-રસ્તાઓ સરકારના ત્રણ વિભાગના તાબા હેઠળ આવેલ છે. જેમા રાજય ધોરીમાર્ગ ( એસ.એચ ) નેશનલ હાઇવે ( એન.એચ ) અને નેશનલ હાઇવે ઓથો રેટી ઓફ ઇન્ડીયા ( એનએચએઆઇ ) ત્રણે વિભાગની હદ એટલે નેત્રંગ ચાર રસ્તા. આ ચાર રસ્તાની ચારે તરફ ત્રણે વિભાગના કમઁચારીઓએ આચારેલ ભ્રષ્ટાચાર ની પોલ ખોલી દીધી છે. ખાડાઓમાં રોડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. રોજે રોજ ટુ વ્હીલર થી લઇ ભારેખમ મોટા વાહનો ચોવીસ ક્લાક અહિયા થી પસાર થઇ રહ્યા છે. ખાડાઓ ના સામ્રાજ્ય ના કારણે લોકોને શારીરિક તેમજ આથિઁક નુકસાન થઇ રહ્યુ છે.મુખ્ય ચાર રસ્તા પર જ બે-ત્રણ ફોટ ઉડા ખાડાઓ પડેલ જોવા મળી રહ્યા છે. આગળ રોડ રસ્તા ની હાલત શુ હશે તે વાહન ચાલકો જ જાણે ,નેત્રંગ પોલીસ સ્ટેશન ના ટ્રાફિક વિભાગ ના જવાનોએ જીવના જોખમે જીવલેણ ખાડાઓ પાસે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે મજબુર છે. ત્યારે વાહન ચાલકો અને આમ રાહદારીઓ રોડ રસ્તાઓ તદન બદતર હાલતમાં અને ઠેરઠેર ખાડાઓ થી હેરાનપરેશાન તોબાપોકારી ઉઠ્યા છે.ત્યારે માગૅ-મકાન વિભાગ ના ત્રણે વિભાગ ના અધિકારીઓ રોડ રસ્તા ની મરામત ને લઇ ને એકબીજાને ખો આપી રહ્યા છે. તેમા આમ જનતા પીસાઇ રહી છે.અધિકારીઓ રાજમાં ખુદ જીલ્લા સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર માર્ગ પરિવહ મંત્રીને તેમજ રાજય સરકારમાં લેખિતમાં આવેદનપત્ર પાઠવવા ની ફરજ પડી તે બાબત શરમજનક કહેવાય.આ બાબતે પ્રાંત અધિકારી ડૉ પંકજ વલવાઇ તેમજ જીલ્લા કલેક્ટર કડક હાથે કામગીરી કરાવે તેવુ પ્રજામાં ચચાઁઇ રહ્યુ છે.

વિજય વસાવા, નેત્રંગ

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *