Geo Gujarat News

ભરૂચ: શુકલતીર્થ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા, ૧૨,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

હાલ ભરૂચ જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન જુગાર રમવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામેથી પણ પોલીસે જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ ૧૨,૧૦૦નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. નબીપુર પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને મળેલી ગુપ્ત બાતમીના આધારે શુકલતીર્થ ગામમાં દુબઇ ટેકરી નજીક એક ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પૈસાથી જુગાર રમી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કિરણભાઈ અંબાલાલ પટેલ, મુકેશભાઈ ઇશ્વરભાઈ પટેલ, મહેશભાઈ ત્રિકમભાઈ પટેલ, સંજયભાઈ બાલુભાઈ પટેલ અને અજયકુમાર મનહરભાઈ પટેલ (તમામ રહે. શુકલતીર્થ, ભરૂચ) ને ઝડપી લીધા હતા. પોલીસે આ પાંચેય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં ૧૨,૧૦૦ની રોકડ, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ ૧૨,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર શ્રાવણીયા જુગાર પર પોલીસની સક્રિયતા દર્શાવી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *