Geo Gujarat News

અંકલેશ્વર: અંદાદા ગામે ગમખ્વાર ઘટના, ડીજે નીચે દબાઈ જતાં માસૂમ બાળકીનું મોત, એક બાળક ગંભીર

અંકલેશ્વર તાલુકાના અંદાદા ગામમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં ડી.જે નીચે આવી જવાથી એક માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. અને તહેવારોના માહોલને માતમમાં ફેરવી દીધો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાદા ગામમાં ડી.જે નીચે આવી જતાં એક બાળકીનું કરુણ મોત થયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક અન્ય ઘાયલ બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અને વધુ સારવાર માટે તેને સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક બાળકીના પરિવાર પર આભ તૂટી પડ્યો છે. અને સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છે. તો બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલા બાળક માટે લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ ઘટના ફરી બેદરકારીનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે. કે ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ભીડભાડવાળી જગ્યાએ ભારે વાહનો ચલાવતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી હોય છે. ખાસ કરીને જ્યાં બાળકો મોટી સંખ્યામાં હાજર હોય ત્યાં વધુ પડતી સાવધાની રાખવી જોઈએ. આ દુર્ઘટના સૂચવે છે કે નાની અમથી ભૂલ પણ કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે.આ દુર્ઘટના પરથી એક ગંભીર પાઠ શીખવાની જરૂર છે. તહેવારોની ઉજવણી દરમિયાન લોકો ઉત્સાહમાં આવીને ઘણીવાર સુરક્ષાના નિયમોને અવગણી દેતા હોય છે. ડીજે વાહનો કે અન્ય કોઈપણ પ્રકારના સાધનોનો ઉપયોગ કરતી વખતે અતિશય સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને જ્યાં બાળકો રમતા હોય અથવા ટોળાં હોય ત્યાં વાહન ચાલકોએ ધીમી ગતિએ અને સંપૂર્ણ ધ્યાન રાખીને વાહન ચલાવવું જોઈએ. આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ સુરક્ષાના પાસાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી કરી છે. અંદાદા ગામની આ કરુણ ઘટના માત્ર એક અકસ્માત નથી. પરંતુ એક ચેતવણી છે કે, આપણે સૌએ જાહેર સ્થળો અને તહેવારોમાં વધુ સાવચેતી રાખવી કેટલી અનિવાર્ય છે. આ દુઃખદ ઘટનાએ સૌના હૃદયને હચમચાવી દીધું છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આપણે સૌએ જવાબદાર બનવાની જરૂર છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *