Geo Gujarat News

વાગરા: ખૂન અને લૂંટના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપી દિલ્હીથી ઝડપાયો, વાગરા પોલીસ અને પેરોલ ફરલો સ્ક્વોડની સંયુક્ત કામગીરી

પેરોલ ફર્લો પરથી ફરાર થયેલ આરોપી રાકેશપ્રસાદ ગૌંડ દિલ્હીથી ઝડપાયો. : પેરોલ અને ફર્લો પરથી ફરાર થઇ ગયેલા આરોપીઓને પકડવાના ખાસ અભિયાન અંતર્ગત ભરૂચની પેરોલ ફર્લો સ્ક્વોડ અને વાગરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે એક મોટા આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આ આરોપી રાકેશપ્રસાદ રામપ્રીતશા ગૌંડ છે. જે ખૂન અને લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો. અને નવ વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આરોપી રાકેશપ્રસાદ, જે વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા IPC કલમ ૩૦૨, ૩૯૪, ૨૦૧, ૧૨૦(બી) માં કાચા કામનો કેદી હતો. તેને ૨ જુલાઈ ૨૦૧૬ના રોજ વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ, તે જેલમાં પરત ફર્યો ન હતો અને ત્યારથી જ ફરાર હતો.

વચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપી રાકેશપ્રસાદને ભરૂચની પેરોલ ફર્લો સ્ક્વોડ અને વાગરા પોલીસની સંયુક્ત ટીમે પકડ્યો. : ડીવાયએસપી પી.એલ. ચૌધરી (જંબુસર ડિવિઝન), પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ફૂલતરીયા (વાગરા પોલીસ સ્ટેશન), અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. ચાવડા (પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ)ની સૂચના મુજબ ટીમોએ આ ફરાર આરોપીને શોધવા માટે ઝીણવટભરી કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે આરોપી રાકેશપ્રસાદ દિલ્હીમાં છુપાયેલો છે. આ બાતમી મળતા જ ભરૂચ અને વાગરા પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક દિલ્હી જઈને તેને દબોચી લીધો હતો.
પોલીસની મોટી સફળતા : આરોપી રાકેશપ્રસાદ ગૌંડ, જે મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાનો છે, તેને ઝડપી પાડ્યા બાદ વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ફૂલતરીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. ચાવડા, હેડ કોન્સ્ટેબલ મગનભાઈ પરમાર, વિપુલભાઈ વસાવા, રાકેશભાઈ કંડોલીયા, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રાઠોડ અને મલ્કેશભાઈ ગોહિલનો સમાવેશ થાય છે. ટીમના સંયુક્ત પ્રયાસોથી આ મોટા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *