Geo Gujarat News

વાગરા: પહાજ-રોજા ટંકારીયા માર્ગ પર અજગર જોવા મળ્યો, વાહનચાલકોએ વિડીયો બનાવ્યો, સાવચેતી જરૂરી.

પહાજથી રોજા ટંકારીયા માર્ગ પર રાત્રે વિશાળ અજગર દેખાયો, વાહનચાલકો થંભી ગયા. : વાગરા તાલુકાના પહાજથી રોજા ટંકારીયા માર્ગ પર રાત્રિના સમયે એક વિશાળ અજગર દેખાતા વાહનચાલકોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. અચાનક રોડ પર અજગરને જોઈને અનેક વાહનચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા અને આ દ્રશ્યને પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રાત્રીના સમયે બની હતી. જ્યારે એક મહાકાય અજગર રસ્તો ઓળંગી રહ્યો હતો. અજગરનું કદ ઘણું મોટું હોવાથી વાહનચાલકો ગભરાઈ ગયા હતા. અને તેમણે રસ્તા પર જ વાહનો થોભાવી દીધા હતા. જોકે ભયની સાથે સાથે લોકોમાં આ અદ્ભુત દ્રશ્ય જોવાનું કુતૂહલ પણ જોવા મળ્યું હતું.જોખમ છતાં લોકોએ નજીક જઈ અજગરનો વીડિયો ઉતાર્યો : કેટલાક સાહસિક લોકોએ તો અજગરની એકદમ નજીક જઈને તેનો વિડીયો ઉતાર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, કે એક વ્યક્તિ અજગરની ખૂબ જ નજીકથી શૂટિંગ કરી રહ્યો છે. જોકે વન્યજીવ નિષ્ણાતોના મતે આવા સમયે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે અજગર સ્વભાવે શાંત હોય છે. પરંતુ જો તેને કોઈ પ્રકારનો ભય લાગે તો તે હુમલો પણ કરી શકે છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વાગરા તાલુકાના આ વિસ્તારમાં વન્યજીવોની અવરજવર સામાન્ય છે. આવા સમયે સ્થાનિકો અને વાહનચાલકોએ પૂરતી સાવચેતી રાખવી અને વન્યજીવોને નુકસાન પહોંચાડ્યા વગર તેમને સુરક્ષિત રીતે પસાર થવા દેવા જોઈએ. વન વિભાગને પણ આ માર્ગ પર આવા વન્યજીવોની હિલચાલ અંગે ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *