Geo Gujarat News

અંકલેશ્વર: સોનમ સોસાયટી નજીક રેલ્વે લાઇન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા, ૪૫,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેડ પાડી, રાજપીપળા રોડ પર આવેલી સોનમ સોસાયટીની પાછળ રેલ્વે લાઈનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો પાના-પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસે દીપ્તેશભાઈ અશોકભાઈ પટેલ, આશિષ સુરેશભાઈ તિવારી, મોહિત રામપ્રસાદ માલી અને રાજકમલ રમેશભાઈ માલી નામના ચાર શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી દાવ પર લાગેલા અને અંગજડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા મળીને કુલ ૧૫,૨૦૦ જપ્ત કર્યા છે. આ ઉપરાંત, ૩૦,૦૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. આમ, પોલીસે કુલ ૪૫,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ચારેય ઈસમો સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને અટકાયત કરી છે. આ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *