Geo Gujarat News

અંકલેશ્વર: સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપાર ઝડપાયો, સંચાલિકા સહિત બે સામે ગુનો નોંધાયો.

અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ પર આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ચાલતા “ક્વીન ફેબ ફેમિલી થાઇ સ્પા” માં મસાજની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાનો ભાંડો ફૂટ્યો છે. જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ દરોડો પાડી સ્પાની સંચાલિકાને ઝડપી પાડી છે અને માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરિયાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે આ સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. બાતમીની પુષ્ટિ કરવા માટે પોલીસે એક ડમી ગ્રાહકને મોકલ્યો હતો, જેની તપાસમાં દેહવ્યાપાર ચાલતો હોવાનું સ્પષ્ટ થયું હતું.પોલીસે તુરંત દરોડો પાડતા મુંબઈની એક યુવતી દેહવ્યાપારમાં સંકળાયેલી હાલતમાં મળી આવી હતી, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી સ્પાની સંચાલિકાને ઝડપી પાડી હતી. આ ઉપરાંત, સ્પાના માલિક વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોન કિંમત રૂ. ૭,૫૦૦ અને રોકડા રૂ. ૭,૩૧૦ મળીને કુલ૧૪,૮૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ, ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫ તથા ૭ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *