Geo Gujarat News

ભરૂચ-નર્મદા જિલ્લામાં પાલિકાની સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ભરૂચ નર્મદા જિલ્લાના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વિકાસના કામોમાં તેજી લાવવા માટે પાલિકાની સંકલન સમિતિની બેઠક આયોજન ભવન ખાતે યોજાઈ હતી. સુરત ઝોનના અધિકારી સંજયકુમાર વસાવા અને કેતન વાણાનીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી હતી.બેઠકમાં જિલ્લા તેમજ નગરપાલિકાના પધાકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ બેઠકમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નર્મદા-ભરૂચ જિલ્લાના નગરપાલિકા પ્રમુખો, ચીફ ઓફિસરો સહિતના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.રોડ,રસ્તા, ગટરલાઈન અને શહેરી સુવિધાઓ જેવા મૂળભૂત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસના કામો વહેલી તકે હાથ ધરવા સંકલન સમિતિએ સૂચનાઓ આપી હતી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સફાઈની વ્યવસ્થા, પાણીની સુવિધા અને ટ્રાફિક સહિતની સમસ્યાઓને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.સાથે જ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ-નર્મદા જિલ્લામાં સ્વચ્છ અને આધુનિક નગરપાલિકાઓ ઉભી કરવા અંગે માર્ગદર્શક ચર્ચા થઈ હતી.નાગરિકોને હાલ પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તંત્ર વધુ અસરકારક પગલાં લે તેવું પણ નક્કી કરાયું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *