Geo Gujarat News

મહિસાગર: LCBને મોટી સફળતા, ત્રણ વર્ષથી ફરાર પ્રોહિબિશનનો આરોપી રાજસ્થાનથી ઝડપાયો

મહિસાગર જિલ્લા પોલીસ વડા સફિન હસનના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કવાયતને મોટી સફળતા મળી છે. મહિસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પ્રોહિબિશનના ત્રણ અલગ-અલગ કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી જીતેન્દ્રસિંહ શંભુસિંહ સિસોદિયાને રાજસ્થાનના આનંદપુરી રોડ પરથી ઝડપી પાડ્યો છે. મહિસાગર LCBના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસનો વોન્ટેડ આરોપી રાજસ્થાનના આનંદપુરી રોડ પર આવવાનો છે. આ બાતમીના આધારે LCBની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. ગોઠવેલી વોચ દરમિયાન પોલીસે આરોપી જીતેન્દ્રસિંહ સિસોદિયાને દબોચી લીધો હતો. આરોપી રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના સલુમ્બર તાલુકાના ઉંચી મગરી ગામનો રહેવાસી છે. આરોપી સામે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. ધરપકડ બાદ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

જમીલા દિવાન, મહિસાગર

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *