Geo Gujarat News

જંબુસર : કહાનવા બામણસી નજીક કેનાલમાં ખાબકેલી નીલગાયનું સફળ રેસ્ક્યુ,સ્થાનિકોએ બચાવ્યો જીવ.

જંબુસર તાલુકાના કહાનવા બામણસી નજીકથી પસાર થતી કેનાલમાં એક નીલગાય અચાનક ખાબકી પડતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા વેડચ ગામના યુવા આગેવાન અને રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ ના ભરૂચ જિલ્લા મહામંત્રી અને જંબુસર તાલુકા પ્રમુખ નજીર ભાઈ દિવાને નજીક સ્થાનિક ગામેઠા, માસર અને આસપાસના ગામના યુવાનો થતા સ્થાનિક લોકો ને તરત જ સ્થળ પર એકઠા કર્યા હતા.જોકે આસપાસના ગામના જાગૃત નાગરિકોની સમય સૂચકતા અને કડી ભારે જહેમતના કારણે નીલગાયનો જીવ બચી ગયો હતો.નીલગાય કેનાલમાં ખાબકી હોવાની જાણથતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થયા હતા. નીલગાય કેનાલમાં ફસાયેલી હોવાથીતેને બહાર કાઢવાનું કામ પડકાર જનક હતું. જોકે ગ્રામજનોએ એકબીજાના સહકારથી અને યુક્તિપૂર્વક નીલગાયને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢી હતી.નીલગાયને બહાર કાઢવામાં આવ્યા બાદ તેને ફરીથી તેના કુદરતી વાતાવરણ સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી.ગ્રામજનોની આ માનવતાભરી અને સમયસરની કાર્યવાહીથી એક નિર્દોષ પશુનો જીવ બચી ગયો હતો. જેણે પશુઓ પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો પરિચય કરાવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જન્માવી છે. અને તેમના આ પ્રયાસની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.