Geo Gujarat News

વાગરા: વડદલા પાસે બાઈક-ટેમ્પો વચ્ચે અકસ્માત, બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, સ્થાનિકોએ તાત્કાલિક મદદ કરી, કોઈ જાનહાની નહીં.

લોકોની ત્વરિત મદદથી ઇજાગ્રસ્ત બાઈક ચાલક હોસ્પિટલ પહોંચ્યો. : સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના વડદલા ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત થતાં જ માર્ગ પર લોકો એકઠા થઈ ગયા હતા. અને સ્થાનિક લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોઈપણ જાતનો સમય બગાડ્યા વિના સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત બાઈક ચાલકને મદદ પૂરી પાડી હતી. તેમને ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી એક પ્રાઇવેટ વાહન મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે બાઈક ચાલકને પહોંચેલી ગંભીર ઇજાને કારણે તેને સઘન સારવાર આપવામાં આવી રહી છે. ઘટના અંગે પોલીસે પોલીસે તપાસ હાથ ધરી છે.રખડતા ઢોરના કારણે વડદલા પાસે અકસ્માત, મુખ્ય માર્ગો પર ઢોરને પકડવા માટે કાર્યવાહીની માંગ. : ઉલ્લેખનીય છે, કે અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ માર્ગ પર અચાનક આવી ચડેલું રખડતું ઢોર હોવાનું પ્રાથમિક તારણ છે. ઢોરને બચાવવાના પ્રયાસમાં વાહન ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. વડદલા સહિત આસપાસના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. જે વારંવાર અકસ્માતનું કારણ બની રહી છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી માટે રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહિ નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.