આગામી ચૂંટણી પહેલાં વાગરા કોંગ્રેસ સક્રિય, AAPમાંથી મોટા પાયે ઘર વાપસીથી પક્ષમાં નવો ઉત્સાહ : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ વાગરા કોંગ્રેસ પક્ષમાં જોરદાર સક્રિયતા જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાન જાવેદ પટેલ મુન્શીએ પોતાના ૫૦થી વધુ યુવાન સાથીદારો સાથે ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. આ વિશાળ જોડાણ બાદ કોંગ્રેસે કાર્યાલય ખાતે શક્તિ પ્રદર્શન સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં નવા જોડાયેલા કાર્યકરોએ AAPને BJPની B ટીમ ગણાવીને આકરા પ્રહારો કર્યા હતા. કોંગી અગ્રણી સુલેમાન પટેલ અને પ્રમુખ આસિફ પટેલે આ જોડાણને સંગઠનાત્મક મજબૂતીનો સંકેત ગણાવ્યો હતો. યુવા નેતા ઈમ્તિયાઝ પટેલે આ જોડાણને માત્ર ટ્રેલર ગણાવીને આગામી દિવસોમાં વધુ મોટા જોડાણનો સંકેત આપ્યો છે. આ સામુહિક એન્ટ્રી અને વોટ ચોર ગાડી છોડ ઝુંબેશના આયોજનથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ સ્થાનિક સ્તરે તેનું મનોબળ વધારીને ચૂંટણીલક્ષી માહોલ બનાવવામાં સક્રિય બની છે.
વોટ ચોર ગાડી છોડ ઝુંબેશ દ્વારા સ્થાનિક મુદ્દે કોંગ્રેસની સક્રિયતા અને જાગૃતિ. : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટી સફળતા મળી છે. જ્યાં આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાન જાવેદ પટેલ મુન્શીએ પોતાના 50થી વધુ યુવાન સાથીદારો અને કાર્યકરો સાથે ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે આ માટે એક વિશેષ અને શક્તિ પ્રદર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ યુવાનો અને આગેવાનોએ કોંગ્રેસની વિચારધારા અને નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
AAP પર પ્રહાર, BJPની B ટીમ? : કોંગ્રેસમાં જોડાવાના આ પ્રસંગે જાવેદ પટેલે પોતાના પૂર્વ પક્ષ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે AAPની વિચારધારા અને કાર્યશૈલીની આકરી ટીકા કરતા સ્પષ્ટ શબ્દોમાં AAPને ભારતીય જનતા પાર્ટીની B ટીમ ગણાવી હતી. તેમના આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ જોડાણથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાગરા તાલુકા કોંગ્રેસના માળખામાં થયેલો આ નોંધપાત્ર વધારો વાગરા તાલુકા પ્રમુખ આસિફ પટેલ, કોંગી અગ્રણી સુલેમાન પટેલ (જોલવા), અને જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઈમ્તિયાઝ પટેલના સંગઠનાત્મક પ્રયાસોનું ફળ ગણાય છે.
કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા મુખ્ય આગેવાનો અને કાર્યકરોમાં નીચેના નામોનો સમાવેશ થાય છે. :
જાવેદ ભાઈ મુન્શી (વાગરા) અને તેમની સંપૂર્ણ ટીમ, હર્ષદ પટેલ અને ઠાકોર પરમાર (ઉર્ફે તલાટી) (વાગરા), વિંછીયાદથી જાવેદ ભાઈ, રમણ વસાવા (રહાડ), ઈનાયત ભાઈ, આસિફ મન્સૂરી, અબ્દુલ રાજ (સારણ),એઝાઝ ભાઈ અને શેહઝાદ ભાઈ (જુનેદથી), ફૈયાઝ પટેલ, સાકિર ભટ્ટી (ખંડાલી), વસીમ ભાઈ અને સકલેન ભાઈ (લીમડી), સૈયદ લુકમાન (વાગરા), હુજેફ દરબાર (ઓચ્છણ), શકીલ પઠાણ (વાગરા), AAPમાંથી ઘર વાપસી કરનાર બશીર ભાઈ મુલેર અને તેમના સાથી મિત્રો, મગનભાઈ છોટુભાઈ વસાવા (ઓછણ)
વોટ ચોર ગાડી છોડ ઝુંબેશનું આયોજન : આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાડી છોડ નામની હસ્તાક્ષર ઝુંબેશનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે પક્ષ દ્વારા સ્થાનિક મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવાના પ્રયાસો દર્શાવે છે. આ શક્તિ પ્રદર્શન સમારોહમાં પ્રમુખ આસિફ પટેલ, કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલ (જોલવા), ઈમ્તિયાઝ પટેલ, ફિરોઝ ભાઈ ઓરા, એડવોકેટ મકબુલ રાજ, મહેન્દ્રસિંહ અટાલી, ભગવાનદાસ, ઈલ્યાસ દશુ (વાગરા), મકસુદ રાણા (પહાજ) સહિતના તાલુકા કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. વાગરામાં યુવાનો અને અન્ય પક્ષના આગેવાનોના આ જોડાણથી કોંગ્રેસ પક્ષને સંગઠનાત્મક રીતે વધુ મજબૂતી મળી છે અને સ્થાનિક સ્તરે તેનું મનોબળ વધ્યું છે.
AAP એ BJPની B ટીમ, જાવેદ મુન્શીના આકરા ખુલાસા : આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાન જાવેદ પટેલ મુન્શીએ પોતાના 50થી વધુ યુવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી કરી તે ઘટના રાજકીય રીતે ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસના ખેસ ધારણ કર્યા બાદ પોતાના વક્તવ્યમાં જાવેદ મુન્શીએ AAPની ભૂમિકા અને હેતુઓ અંગે અત્યંત કડક અને આકરા ખુલાસાઓ કર્યા હતા. તેમણે કોઈપણ પ્રકારના સંકોચ વિના AAP પર સીધો અને ગંભીર આક્ષેપ લગાવ્યો કે તે પક્ષ ભારતીય જનતા પાર્ટીની B ટીમ તરીકે કામ કરી રહ્યો છે. મુન્શીએ ભારપૂર્વક જણાવ્યું કે AAPનો ઉદ્દેશ્ય સત્તા મેળવવાનો કે જનહિતનું કાર્ય કરવાનો નથી. પરંતુ મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસના મતોનું વિભાજન કરીને BJPને પરોક્ષ રીતે મદદરૂપ થવાનો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે AAP માત્ર વોટ ચોરી કરવાના ઇરાદાથી જ મેદાનમાં આવી હતી. જાવેદ મુન્શીએ આ ખુલાસાઓ કરીને પોતાની ટીમ સાથે કોંગ્રેસની મજબૂત અને જૂની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમના મતે હવે સમય આવી ગયો છે કે બધા કાર્યકરો સંગઠિત થઈને વિપક્ષને મજબૂત કરે. નહીંતર વોટ-કટિંગની આ રાજનીતિથી લોકશાહીને નુકસાન પહોંચશે. મુન્શીના આ નિવેદનોએ વાગરાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. અને AAPની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઉભો કર્યો છે.
AAP ના બની બેઠેલા લઘુમતી નેતાઓ સમાજને ગુમરાહ કરે છે. કોંગી અગ્રણી સુલેમાન પટેલના આકરા પ્રહાર : વાગરા ખાતે આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરોની કોંગ્રેસમાં ઘર વાપસીના પ્રસંગે, કોંગી અગ્રણી નેતા સુલેમાન પટેલે AAP પર અત્યંત આકરા શબ્દોમાં નિશાન સાધ્યું હતું. સુલેમાને સ્પષ્ટપણે AAPને ભાજપની B ટીમ ગણાવી હતી. અને આક્ષેપ કર્યો હતો કે તેમનું એકમાત્ર લક્ષ્ય વિપક્ષી મતોનું વિભાજન કરીને વોટ ચોરી કરવાનું છે, જેથી સત્તાધારી પક્ષને ફાયદો થઈ શકે. જોકે, તેમના વક્તવ્યનો સૌથી સખ્ત અને ગંભીર મુદ્દો લઘુમતી સમાજને લઈને હતો. સુલેમાન પટેલે ઉમેર્યું કે, AAPમાં બની બેઠેલા કેટલાક લઘુમતી નેતાઓ પોતાના અંગત સ્વાર્થ માટે સમાજને ગુમરાહ કરી રહ્યા છે. અને AAPના ખોખલા એજન્ડામાં સહભાગી થઈ રહ્યા છે. પટેલે આ નેતાઓની રાજકીય ભૂમિકા પર સવાલ ઉઠાવતા લઘુમતી સમાજને ચેતવ્યા હતા કે, AAPના આવા નેતાઓથી દૂર રહીને કોંગ્રેસની મજબૂત વિચારધારા સાથે જોડાવું જોઈએ. આમ જાવેદ પટેલ મુન્શીના ખુલાસાઓ બાદ સુલેમાન પટેલે AAPની નીતિઓ અને તેના લઘુમતી નેતાઓની ભૂમિકા બંને પર સખ્ત પ્રહારો કરીને વાગરાના રાજકારણમાં ગરમાવો વધાર્યો છે.
મારા કાર્યકર્તાઓના ખૂનમાં કોંગ્રેસ છે, નારાજ બધાને પાછા લાવીશ, કોંગી અગ્રણી સુલેમાન પટેલનો આત્મવિશ્વાસ : કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી નેતા સુલેમાન પટેલે તાલુકા સ્તરે પક્ષમાંથી ચાલી રહેલી આંતરિક નારાજગીનો સ્પષ્ટપણે સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હજુ પણ કેટલાક મુખ્ય આગેવાનો અને કાર્યકર્તાઓ નારાજ છે, અને તેમની જે માંગણીઓ છે તે સંગઠનના હાથમાં નથી. જોકે, સુલેમાન પટેલે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ આ નારાજ થયેલા તમામને પાછા પક્ષમાં લાવી શકશે. તેમણે ભાવુક અંદાજમાં કહ્યું કે, મારા દરેક કાર્યકર્તાના ખૂનમાં કોંગ્રેસ છે અને હું આ વાત સાબિત કરીને બતાવીશ. આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે પક્ષમાં હાલ ભલે આંતરિક મનદુઃખ હોય, પણ સુલેમાન પટેલ પક્ષના મૂળ કાર્યકરો પર ભરોસો રાખીને સંગઠનને પુનઃ એકજૂથ કરવા માટે પ્રતિબદ્ધ છે.

વાગરામાં કોંગ્રેસને નવો દમ, પ્રમુખ આસિફ પટેલે કાર્યકરોને આવકારી સામુહિક એન્ટ્રીનો સંકેત આપ્યો : 50થી વધુ યુવાનો અને કાર્યકરોએ કોંગ્રેસમાં ઘર વાપસી કરતાં તાલુકાના રાજકારણમાં નવો ઉત્સાહ છવાયો છે. આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલે તમામ નવા જોડાયેલા કાર્યકરોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અને આ જોડાણને કોંગ્રેસ પક્ષની મજબૂતી તરફનું એક મોટું પગલું ગણાવ્યું હતું. આસિફ પટેલે પોતાના વક્તવ્યમાં સ્પષ્ટ કર્યું હતું કે, આ યુવાનો અને આગેવાનોએ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકીને જે નિર્ણય લીધો છે. તે પાયાના સ્તરે પક્ષને વધુ મજબૂત બનાવશે. તેમણે જણાવ્યું હતું કે, જે લોકો AAPની ખોખલી નીતિઓ અને તેના BJPની B ટીમ તરીકેના એજન્ડાને સમજી ગયા છે. તેવા લોકો માટે કોંગ્રેસના દરવાજા હંમેશા ખુલ્લા છે. પ્રમુખ આસિફ પટેલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુલેમાન પટેલ અને યુવા કોંગ્રેસના નેતા ઈમ્તિયાઝ પટેલના અથાગ પ્રયત્નોની સરાહના કરી હતી. જેના પરિણામે આ વિશાળ જોડાણ શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું. આ સફળતા બાદ તાલુકા પ્રમુખ આસિફ પટેલે આગામી દિવસો માટે એક મોટો સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, વાગરા તાલુકામાં અન્ય પક્ષોમાંથી અનેક યુવાનો અને આગેવાનો કોંગ્રેસની વિચારધારા તરફ આકર્ષાયા છે. અને આગામી સમયમાં પણ કોંગ્રેસમાં સામુહિક એન્ટ્રીઓ થશે. તેમનો આ સંકેત સૂચવે છે કે AAPના ભંગાણની શરૂઆત થઈ ગઈ છે. અને અન્ય પક્ષોમાં પણ આગેવાનોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. જે કોંગ્રેસ માટે રાજકીય રીતે એક મોટી તક બની શકે છે. કોંગ્રેસના નેતૃત્વએ આ જોડાણ દ્વારા સાબિત કરી દીધું છે કે, વાગરામાં યુવાનો અને અનુભવી આગેવાનોનો વિશ્વાસ હજુ પણ કોંગ્રેસની વિચારધારામાં અકબંધ છે. અંતે પ્રમુખે ઉપસ્થિત સૌ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સામા પાણીએ જાય એને જ ખરો મર્દ કહેવાય, મકસુદ રાણાએ કોંગી કાર્યકરોને લડાયક જોમ આપ્યું : કોંગી અગ્રણી નેતા મકસુદ રાણાએ કાર્યકરોમાં નવો ઉત્સાહ અને લડાયક જોમ ભરતું પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું, કે વર્તમાન રાજકીય પ્રવાહોમાં સત્તાધારી પક્ષ સામે લડત આપવી એ સરળ કાર્ય નથી. પરંતુ આ પડકારને જ તેમણે કાર્યકરો માટે ગૌરવની તક ગણાવી હતી. મકસુદ રાણાએ પોતાના કડક અને પ્રેરક શબ્દોમાં જણાવ્યું હતું કે, પ્રવાહ સાથે તો સૌ કોઈ વહે છે. પણ સામા પાણીએ જાય એને જ ખરો મર્દ કહેવાય. આ વાક્ય દ્વારા તેમણે કાર્યકરોને સત્તાના પ્રવાહની સામે ઊભા રહેવાની અને લોકશાહી મૂલ્યો માટે લડવાની લડાયક ભાવનાને મજબૂત કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કાર્યકરોને યાદ કરાવ્યું હતું કે, સાચો સંઘર્ષ એ છે. જ્યાં પડકારોનો સામનો કરીને પણ પક્ષની વિચારધારા અને જનહિતના કાર્યોને વળગી રહેવામાં આવે. AAP પર થઈ રહેલા આક્ષેપો અને વિપક્ષના વોટ તોડવાના પ્રયાસો વચ્ચે મકસુદ રાણાએ કોંગ્રેસના કાર્યકરોને નિશ્ચયબદ્ધ રહેવા અને ડર્યા વિના જનતા સુધી સાચી વાત પહોંચાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. રાણાનું આ વક્તવ્ય સ્પષ્ટપણે દર્શાવે છે કે, કોંગ્રેસનો સ્થાનિક એકમ હવે માત્ર સંગઠનમાં વધારો જ નહીં પણ કાર્યકરોની મનોબળ અને લડાયક જુસ્સાને પણ ટોચ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.

આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે, ઈમ્તિયાઝ પટેલે આગામી ચૂંટણીઓમાં યુવા કોંગ્રેસના શક્તિ પ્રદર્શનનો સંકેત આપ્યો : આમ આદમી પાર્ટીમાં ગયેલા યુવાનો અને આગેવાનોની કોંગ્રેસમાં ઘર વાપસીના પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઈમ્તિયાઝ પટેલે પક્ષના કાર્યકરોમાં ભારે જોમ અને આત્મવિશ્વાસ ભર્યો હતો. તેમણે આ જોડાણને માત્ર એક શરૂઆત ગણાવતા વિપક્ષી પાર્ટીઓને સીધો સંકેત આપ્યો હતો કે, આજે જે 50થી વધુ કાર્યકરો જોડાયા છે. તે તો હજુ માત્ર એક ટ્રેલર છે. પિક્ચર હજુ બાકી છે. ઈમ્તિયાઝ પટેલે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના નેતૃત્વ અને વિચારધારાથી પ્રેરિત થઈને યુવાનોનું જે વિશાળ જોડાણ આગામી દિવસોમાં થવાનું છે. તે એટલું મોટું શક્તિ પ્રદર્શન થશે કે જેના માટે વાગરાનું આ કાર્યાલય પણ નાનું પડશે. યુવા નેતાએ ઉમેર્યું હતું કે, તેઓ અને તેમની ટીમ યુથ કોંગ્રેસમાં પણ સંગઠનને મજબૂત કરવાની કામગીરીમાં સતત જોતરાયેલી છે. અને યુવા શક્તિના આ જોડાણનું સ્પષ્ટ ચિત્ર આગામી દિવસોમાં ગુજરાતના રાજકીય માહોલમાં જોવા મળશે. ઈમ્તિયાઝ પટેલનું આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે, કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં માત્ર વરિષ્ઠ નેતાઓના બળે નહીં. પરંતુ યુવાનોની તાકાતથી પણ લડત આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

નેતાગીરીની ખાતરી, અડધી રાત્રે ફોન કરજો, અમે હંમેશા તત્પર રહીશું : કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ અને હોદ્દેદારોએ નવાજોડાયેલા અને જૂના તમામ કાર્યકરોને પક્ષના મજબૂત સમર્થનની ખાતરી આપી હતી. નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સંગઠન અને પક્ષના હિત માટે તેઓ ગમે તે પરિસ્થિતિમાં કાર્યકરોની સાથે ઊભા રહેશે. તેમણે ભાવનાત્મક અને મજબૂત સંદેશ આપતા કહ્યું હતું કે, ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે સમય હોય, અડધી રાત્રે પણ ફોન કરજો. અમે હંમેશા પક્ષ અને કાર્યકરોના કામ માટે તત્પર રહીશું. નેતાગીરી દ્વારા આપવામાં આવેલી આ ખાતરી દર્શાવે છે કે, વાગરા કોંગ્રેસ તેના કાર્યકરોને માત્ર રાજકીય જોડાણના સમયે જ નહીં. પરંતુ દરેક સંજોગોમાં વ્યક્તિગત સહયોગ અને પીઠબળ આપવા માટે પ્રતિબદ્ધ છે. જેણે કાર્યકરોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત કરી છે.

કોંગ્રેસના નેતૃત્વ દ્વારા આભાર વ્યક્ત, સામુહિક જોડાણને સંગઠનની મજબૂતીનો સંકેત ગણાવ્યો : વાગરા તાલુકામાં આમ આદમી પાર્ટીના 50થી વધુ યુવાનો અને આગેવાનોની ઘર વાપસીના સફળ કાર્યક્રમની પૂર્ણાહુતિ પર તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ, કોંગી અગ્રણી સુલેમાન પટેલ અને જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઈમ્તિયાઝ પટેલ સહિત અન્ય આગેવાનો દ્વારા સંયુક્તપણે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ નેતાઓએ પક્ષમાં જોડાયેલા નવા આગેવાનો અને કાર્યકરોનો ઉત્સાહભેર આભાર માન્યો હતો. જેમણે કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કરીને પક્ષના માળખાને મજબૂત બનાવ્યું છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ હોદ્દેદારો, અગ્રણી આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નેતૃત્વએ સ્પષ્ટ કર્યું હતું કે, આ વિશાળ જોડાણ એ કોંગ્રેસના સંગઠનની મજબૂતી અને આગામી દિવસોમાં વધુ મોટા જોડાણની શરૂઆતનો સ્પષ્ટ સંકેત છે.
પડકારો વચ્ચે કોંગ્રેસનું મનોબળ ઊંચું, વાગરામાં યુવા શક્તિના જોડાણથી ચૂંટણીલક્ષી માહોલ ગરમાયો : આમ આદમી પાર્ટીના ભંગાણ બાદ પક્ષના મુખ્ય આગેવાન જાવેદ પટેલ મુન્શી સહિત ૫૦થી વધુ યુવાનો અને કાર્યકરોની કોંગ્રેસમાં ઘર વાપસીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં વાગરા કોંગ્રેસ સંગઠનાત્મક રીતે સંપૂર્ણ સક્રિય થઈ ચૂક્યું છે. ભલે પક્ષમાં આંતરિક નારાજગી હોય, પણ કોંગી અગ્રણી સુલેમાન પટેલે કાર્યકર્તાઓના ખૂનમાં કોંગ્રેસ છે. તેવા આત્મવિશ્વાસ સાથે નારાજ થયેલા તમામને પાછા લાવવાની ખાતરી આપી છે. સામા પાણીએ જાય એને જ ખરો મર્દ કહેવાયના સૂત્ર સાથે કાર્યકરોમાં લડાયક જોમ ભરવામાં આવ્યું છે. તાલુકા પ્રમુખ આસિફ પટેલ અને યુવા નેતા ઈમ્તિયાઝ પટેલ દ્વારા આ જોડાણને માત્ર ટ્રેલર ગણાવીને આગામી દિવસોમાં વધુ મોટા જોડાણની જાહેરાત કરવામાં આવી છે. AAP ને BJPની B ટીમ ગણાવવાના આકરા આક્ષેપો અને વોટ ચોર ગાડી છોડ ઝુંબેશ દ્વારા કોંગ્રેસે સ્થાનિક સ્તરે પોતાનો પાયો મજબૂત બનાવી દીધો છે. આ શક્તિ પ્રદર્શન સ્પષ્ટપણે સૂચવે છે કે, વાગરામાં હવે યુવાનો અને અનુભવી નેતાઓનો વિશ્વાસ કોંગ્રેસની વિચારધારામાં અકબંધ છે, જેણે ચૂંટણીલક્ષી રાજકીય માહોલને ભારે ગરમાવો આપી દીધો છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com