Geo Gujarat News

વાગરા: પોલીસે દારૂ સપ્લાયરને મોપેડ સાથે ઝડપ્યો, નવા કાસ્યાનો બુટલેગર જેલભેગો,50,000નો મુદ્દામાલ જપ્ત.

વાગરા-સારણ રોડ પર પોલીસની મોટી કાર્યવાહી: વાગરા પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરતા બુટલેગરો સામેની ઝુંબેશને વધુ તેજ કરી છે. જેના ભાગરૂપે વાગરા-સારણ ગામ તરફના માર્ગ પરથી બાતમીના આધારે એક સફળ રેડ પાડીને દારૂના જથ્થા સાથે એક સપ્લાયરને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશી દારૂનો મોટો જથ્થો લઈને આ માર્ગ પરથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ગોઠવેલા સફળ છટકામાં નવા કાસ્યા ગામના બુટલેગર ધર્મેશ રમણ વસાવાને દારૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસની સફળ રેડ, 50,000નો મુદ્દામાલ કબજે : પોલીસે આરોપી પાસેથી 10,000 રૂપિયાની કિંમતનો 50 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથેજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી GJ-16-DL-5046 નંબરની મોપેડ પણ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે જપ્ત કરવામાં આવી છે. દારૂ અને મોપેડ સહિત પોલીસે આ રેડમાં કુલ 50,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ધર્મેશ રમણ વસાવા વિરુદ્ધ વાગરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસે હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો. અને ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. વાગરા પોલીસની આ સફળ કામગીરીથી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.