Geo Gujarat News

આમોદ: મછાસરા ગામે વીજ ચોરી સામે તંત્રની કાર્યવાહી: અચાનક ચેકિંગથી અફરાતફરીનો માહોલ

આજરોજ વહેલી સવારે લોકો મીઠી નીંદણ માણી રહ્યા હતા. તે દરમિયાન આમોદ તાલુકાના મછાસરા ગામે વીજ ચેકિંગ માટે વીજ વિભાગની ટીમ સાથે પોલીસની ટુકડીઓ પહોંચી હતી. ગામમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ચોરીના કેસોમાં વધારો નોંધાતા તંત્રએ અચાનક દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની જીપો અને વીજ વિભાગના અધિકારીઓ ગામના વિવિધ વિસ્તારોમાં પહોંચીને ચેકિંગ શરૂ કર્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ કેટલાક ઘરો અને દુકાનોમાં અનધિકૃત વીજ જોડાણો મળી આવ્યા છે. જો કે અધિકારીઓએ જણાવ્યું છે કે ચેકિંગની કાર્યવાહી હજી ચાલુ છે. અને જે લોકો વીજ ચોરી કરતા હોવાનું બહાર આવશે, તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. ગામમાં પોલીસ અને તંત્રની અચાનક હાજરીથી કેટલાક સમયે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. વીજ ચોરી જેવા ગુનાને અટકાવવા માટે વીજ વિભાગ દ્વારા આવી અચાનક ચેકિંગની કાર્યવાહી આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ હાથ ધરવામાં આવી શકે છે.યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.