Geo Gujarat News

આમોદ પાસે હાઈવે પર અકસ્માત, ટ્રકની ટક્કરે બાઈક સવાર ફંગોળાયો, ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલ ખસેડાયો

આમોદ પાસે આવેલી શમા હોટલની સામે આજે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જંબુસરથી ભરૂચ તરફ પોતાના મોટરસાઇકલ પર સવાર થઈને જઈ રહેલા યુવકને અકસ્માત નડ્યો હતો. ઘટનાની વિગતો મુજબ યુવક જ્યારે હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આમોદથી કરજણ તરફ જઈ રહેલી એક ટ્રકની પાછળનો ભાગ બાઈક સાથે જોરદાર રીતે અથડાયો હતો. આ ટક્કરને કારણે મોટરસાઇકલ સવાર સંતુલન ગુમાવી રોડ પર પટકાયો હતો. જેના કારણે તેને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી, પરંતુ હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.