Geo Gujarat News

અંકલેશ્વર GIDC પોલીસની સરાહનીય કામગીરી, ૨.૦૫ લાખની કિંમતના ગુમ થયેલ ૧૦ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન દ્વારા ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સુવિધા માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક કુશલ ઓઝા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ GIDC પોલીસની ટીમે CEIR પોર્ટલનો સચોટ ઉપયોગ કરીને ગુમ થયેલા ૧૦ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ શોધાયેલા મોબાઈલ ફોન્સની અંદાજિત કિંમત ૨,૦૫,૦૦૦ રૂપિયા થાય છે, જે પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેમના મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા. પોતાના લાડકવાયી વસ્તુ અને કિંમતી ડેટા ધરાવતા ફોન પરત મળતા માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેઓએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.અંકલેશ્વર GIDC પોલીસ ગુમ થયેલા મોબાઈલ શોધવા બાબતે સતત સક્રિય રહી છે. વર્ષ ૨૦૨૫ના આંકડાઓ પર નજર કરીએ તો, પોલીસ ટીમે અત્યાર સુધીમાં અત્યંત જહેમત ઉઠાવીને કુલ ૮૪ જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ તમામ મોબાઈલની કુલ બજાર કિંમત ૧૪,૮૮,૦૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. આ સફળતા પાછળ પોલીસની ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને CEIR પોર્ટલની મદદ લેવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના વધુ પ્રબળ બની છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.