ભરૂચ જિલ્લાના ઝંઘાર ગામે મુસ્લિમ સમાજ દ્વારા પાંચમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. મિસ્બાહી મિશન ઝંઘાર બ્રાન્ચ દ્વારા આયોજિત આ કાર્યક્રમ હઝરત ફખ્રે ગુજરાત અલ્લામા યુનુસ મિસ્બાહી સાહેબની સીધી સરપરસ્તી હેઠળ યોજાયો હતો.આ શુભ પ્રસંગે મુસ્લિમ સમાજના 12 નવદંપતીઓએ ઇસ્લામી રીત-રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈને પોતાના નવા સાંસારિક જીવનના શ્રીગણેશ કર્યા હતા. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સાદગીનો સંદેશ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન હઝરત મૌલાના સાબિર સાબરી દેહગામીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, લગ્ન જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી અને ખોટા ખર્ચાઓથી બચવું જોઈએ. તેમણે સમાજના લોકોને અપીલ કરી હતી કે વધુમાં વધુ સંખ્યામાં લોકો સમૂહ લગ્નોત્સવ જેવા સરાહનીય આયોજનોમાં ભાગ લે, જેથી આર્થિક બોજ ઓછો થાય અને સામાજિક એકતા મજબૂત બને. આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023