Geo Gujarat News

ભરૂચ LCBનો જુગાર પર કડક પ્રહાર, કુકરવાડા પાસે બુલેટ ટ્રેન બ્રિજ નીચે ચાલતા જુગારના અડ્ડા પર રેઇડ, બે ઝડપાયા

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગાર જેવી બદી સામે વધુ એક અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. કુકરવાડા ગામ નજીક બુલેટ ટ્રેન બ્રિજ નીચે ચાલી રહેલા જુગારના અડ્ડા પર LCBએ અચાનક રેઇડ કરી પત્તા-પાનાથી જુગાર રમતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ચાર આરોપીઓ પોલીસને ચકમો આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. PSI આર.કે. ટોરાણીના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ સઘન વોચ રાખી રહી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે બુલેટ ટ્રેન બ્રિજ નીચે રેઇડ હાથ ધરી હતી. રેઇડ દરમિયાન આરોપીઓની અંગઝડતી કરતાં દાવ પરના રૂ. 53,000 રોકડા, રૂ. 12,000 કિંમતના બે મોબાઇલ ફોન અને 52 પત્તા-પાનાનો જથ્થો મળી આવ્યો હતો. આમ કુલ રૂ. 65,000નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

પકડાયેલા આરોપીઓમાં ભરૂચના ફાટા તળાવ, ગડરીયાવાડના રહેવાસી અનિલકુમાર પ્રહલાદસિંગ ગડરીયા (ઉંમર 36) અને ભરૂચના લીમડી ચોકના રહેવાસી સંજયભાઈ માનસિંગ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે એઝા, સતીષ અને કાલો સહિત ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરી તેમના પૂરા નામ અને સરનામાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી ભરૂચ LCBએ જાહેરમાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને ગુનાખોરી પર અંકુશ લાવવા માટે પોલીસની સક્રિયતા ફરી એકવાર સાબિત કરી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.