ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને નેત્રંગ પોલીસે ટુ-વ્હીલર ચાલકોની સલામતી માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પતંગના દોરાથી ગળા કપાવાની વધતી દુર્ઘટનાઓને અટકાવવાના હેતુથી નેત્રંગ પોલીસ દ્વારા બાઇક સવારો માટે સેફટી ગાર્ડ લગાવવાની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઉત્તરાયણ દરમિયાન રસ્તાઓ પર ફરતા ટુ-વ્હીલર ચાલકોના ગળા કપાવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે, જેમાં ઘણા વખત ગંભીર ઇજાઓ કે જીવલેણ અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતોને રોકવા માટે પોલીસે આગોતરા સાવચેતીરૂપે આ અભિયાન હાથ ધર્યું છે.

સલામતી સપ્તાહ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં નેત્રંગ પોલીસે અંદાજે 50 બાઇક સવારોને મફત સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા. કાર્યક્રમ પી.આઈ. આર.સી. વસાવા અને પી.એસ.આઈ. યુ.પી. પારેખની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સાથે પોલીસે વાહનચાલકોને અપીલ કરી હતી કે ઉત્તરાયણ પર્વ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવે, સુરક્ષા નિયમોનું પાલન કરે અને તહેવારને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવે, જેથી કોઈ અણઘટિત ઘટના ન બને.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com