Geo Gujarat News

ભરૂચ: જુના તવરા ગામમાં પ્રમાણિકતાનો પાઠ, મળેલા 50 હજાર યુવાનોએ માલિકને પરત કર્યા

ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં માનવતા અને પ્રમાણિકતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. ગામના રહેવાસી જશુ મંગળભાઈ ઠાકોરના ખિસ્સામાંથી ગત શુક્રવારે ભૂલથી 50,000 રોકડા પડી ગયા હતા. આ રકમ ગામના જ બે યુવાનોને મળી હતી, જેમણે કોઈ લાલચ વગર આજે સમગ્ર રકમ માલિકને પરત કરી હતી. ગામના સામાજિક અગ્રણી પૃથ્વીરાજસિંહ પરમારની હાજરીમાં યુવાનો મહેશ રમણભાઈ વસાવા અને નિકુંજ મણીલાલભાઈ પ્રજાપતિએ 50,000 રોકડા જશુભાઈ ઠાકોરને સન્માનપૂર્વક પરત આપ્યા હતા. રકમ પરત મળતાં જશુભાઈ ખૂબ ભાવવિભોર થયા હતા. આ પ્રસંગે જશુભાઈ સહિત સમગ્ર જુના તવરા ગામના લોકોએ બંને યુવાનોની પ્રમાણિકતા અને સદભાવનાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. આજના સમયમાં આવી ઘટના સમાજમાં વિશ્વાસ અને સચ્ચાઈનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.