દેશભરમાં આજે ૭૭માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વાગરા તાલુકાના ઓછણ ગામે આવેલી પ્રાથમિક શાળામાં પણ ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. તિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રગાનના ગુંજારવ સાથે માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આ અવસરે શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. બાળકોએ દેશભક્તિના ગીતો અને નૃત્યો રજૂ કરી ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ભવ્ય ઉજવણીમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ઓછણ ગામના ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા. બાળકોના ઉત્સાહ અને શિસ્તબદ્ધ રજૂઆતને નિહાળી સૌએ તેમને બિરદાવ્યા હતા. મિષ્ટાન્ન વિતરણ સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન થયું હતું.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com