Geo Gujarat News

વાગરા તાલુકાના એક ગામે દારૂના નશામાં મહિલાઓ સાથે મારામારી અને જાતિગાળ, પોલીસે એટ્રોસિટી હેઠળ કાર્યવાહી કરી.

વાગરા તાલુકાના એક ગામે એક મહિલાને જાતિ આધારિત ગાળો આપીને હુમલો કરવાના ગંભીર બનાવમાં પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરિયાદમાં દર્શાવેલી વિગતો મુજબ તારીખ ૧ ફેબ્રુઆરીના રોજ વસાવા સમાજની એક બહેનના મોટાભાઈ વિરેન્દ્ર વસાવા ગામના સુરેન્દ્રસિંહ છત્રસિંહ યાદવ સાથે દારૂના નશામાં હરદીપસિંહ સુરેન્દ્રસિંહ યાદવના ઘરે પહોંચ્યા હતા. આ બાબતને લઈ રાત્રિના લગભગ સાડા નવ વાગ્યે માયાબેન તથા તેમની માતા સુરેન્દ્રસિંહના ઘરે ગયા હતા. તે સમયે સુરેન્દ્રસિંહ પોતાના ઘરની બહાર પત્ની સાથે ઉગ્ર બોલાચાલી કરી રહ્યો હતો. આ દરમિયાન હરદીપસિંહ ત્યાં આવી બેનને ધક્કો મારી જમીન પર પાડી દેતા તેઓને ઈજા પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં કોકીલાબેનને બન્ને ગાલ પર તમાચા મારી તેમને જાતિ વિષયક અપમાનજનક શબ્દોથી અપહેલના કરવામાં આવી હતી.આરોપીએ જાતિ વિષયક અપશબ્દો બોલી સમાજને નીચું બતાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદમાં નોંધ છે. બાદમાં લાકડાનો સપાટો લઈ બેનને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનામાં જાહેર વ્યવસ્થાને ખોરવતા અને કલેક્ટર ભરૂચના જાહેરનામાનો ભંગ થતા મામલો ગંભીર બન્યો છે. જેથી વાગરા પોલીસ સ્ટેશને બીએનએસ-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), જી.પી. એક્ટ કલમ ૧૩૫ તેમજ એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ) અને ૩(૨)(va) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી આરોપી સામે કડક કાયદેસર કાર્યવાહી માટે તપાસ આગળ વધારી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.