Geo Gujarat News

આમોદ-કરજણ રોડ પર વધુ એક અકસ્માત, રોંધ ગામ નજીક ટ્રક પલટી, ચાલક ઈજાગ્રસ્ત

આમોદ તાલુકાના રોઘ ગામ નજીક આવેલા આમોદ-કરજણ માર્ગ પર મોડી રાત્રિના સમયે એક ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અચાનક બનેલી આ ઘટનામાં ટ્રક ચાલકને ઈજાઓ પહોંચતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. રોડ પર પલટી ગયેલા ટ્રકને કારણે થોડો સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. મળેલી માહિતી મુજબ, ટ્રક આમોદ તરફથી કરજણ તરફ જઈ રહ્યો હતો. ત્યારે કોઈ કારણસર ચાલક વાહન પરનો નિયંત્રણ ગુમાવી બેઠો અને ટ્રક રોડ પર પલટી મારી ગયો. અકસ્માત નજરે પડતાં જ સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમે ઈજાગ્રસ્ત ચાલકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આમોદની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ ચાલકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાને પગલે આમોદ-કરજણ રોડની હાલત ફરી ચર્ચામાં આવી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકાર દ્વારા રોડના કામ માટે મંજૂરી આપવામાં આવી હોવા છતાં માર્ગ પર યોગ્ય પોહરા, સાઇનેજ અને મરામતના અભાવે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. રોડની ખસ્તાહાલ સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની ઉણપને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે કે વહેલી તકે માર્ગ સુધારણા અને સુરક્ષા પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.