ભરૂચ નજીક આવેલા કેમાંતૂર કંપની વિસ્તારમાં એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માતે ચકચાર મચાવી છે. હલદરવા પાટિયા અને નર્મદા કેમાંતૂર કંપનીને જોડતા માર્ગ પર અચાનક બનેલા અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા બે વ્યક્તિઓને અજાણ્યા વાહને ભયંકર ટક્કર મારી હતી. અકસ્માત બાદ વાહન ચાલક કોઈ મદદ કર્યા વગર ફરાર થઈ ગયો હતો. ઝડપે આવતા વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર એક વ્યક્તિનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર ભેગા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તાર શોકમય માહોલમાં ફેરવાઈ ગયો હતો.
અકસ્માતની જાણ મળતા પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ફરાર વાહન ચાલકની ઓળખ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ તેજ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com