Geo Gujarat News

ભરૂચ: કસક ગરનાળે બેફામ ટ્રકે તોડી ભારે વાહનો રોકતી એંગલ, સદ્દનસીબે મોટી દુર્ઘટના તળી.

ભરૂચના કસક ગરનાળા પાસે ભારે વાહનોના પ્રવેશ પર નિયંત્રણ રાખવા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલને એક બેફામ ટ્રક ચાલકે વહેલી સવારે ટક્કર મારી તોડી પાડી હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, વહેલી સવારે ટ્રાફિક ઓછો હોવાને કારણે ટ્રક ચાલક કસક ગરનાળા તરફના માર્ગ પર બેદરકારીપૂર્વક ઘસી ગયો હતો. ટક્કરના કારણે ભારે વાહનોના પ્રવેશને રોકવા માટે મૂકાયેલ સુરક્ષા એંગલ તૂટી પડી હતી. સદનસીબે, ઘટના સમયે માર્ગ પર અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ અથવા ઇજાની ઘટના નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન આ વિસ્તાર વાહનવ્યવહારથી ધમધમતો રહે છે. સ્થાનિક લોકોના મતે જો આ ઘટના વ્યસ્ત સમયે બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. ઘટનાને પગલે તંત્ર દ્વારા ફરીથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.