વાગરા તાલુકામાં પ્રોહિબિશનના ગુનાઓને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. વાગરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને મળેલી બાતમીના આધારે મુલેર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગામના જાદવ ફળિયામાં રહેતા કૌશિકભાઈ ઉર્ફે ભગો અર્જુનભાઈ જાદવના રહેણાંક મકાન પાછળ આવેલી ખુલ્લી વાડાની જગ્યામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રોયલ સ્ટેગ ક્લાસિક વ્હિસ્કીની 750 એમ.એલ.ની 10 બોટલ જેની કિંમત 6730 અને મેજિક મોમેન્ટ્સ ગ્રીન એપલ ફ્લેવર્ડ વોડકાની 10 બોટલ જેની કિંમત 6450 મળી કુલ રૂપિયા 13180 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ રેડ દરમિયાન આરોપી કૌશિકભાઈ ઉર્ફે ભગો હાજર મળી આવ્યો ન હતો. જેને પગલે પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. અનાર્મ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ઠાકરશીભાઈએ આ મામલે ફરિયાદ નોંધાવતા વાગરા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com