Geo Gujarat News

ભરૂચની નેશનલ પાર્ક સોસાયટીમાં ખુશીનો માહોલ, ૬ વર્ષીય સારા સદ્દામ દિવાને રોજો પૂર્ણ કરી અલ્લાહની ઈબાદત કરી..

શ્રદ્ધા જ્યારે અતૂટ હોય ત્યારે ઉંમર ક્યારેય બાધક બનતી નથી, આ વાત ભરૂચની એક માસૂમ બાળકીએ સાબિત કરી બતાવી છે. ભરૂચની નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતી ૬ વર્ષીય સારા સદ્દામ દિવાને પવિત્ર રમઝાન માસ દરમિયાન પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહની વિશેષ ઇબાદત કરી હતી. હાલમાં પડી રહેલી આકરી ગરમી અને લાંબા દિવસો હોવા છતાં, આટલી નાની ઉંમરે સારાએ મક્કમ નિર્ધાર અને અત્યંત માસૂમિયત સાથે આખો દિવસ અન્ન-જળનો ત્યાગ કરી પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો હતો. સારાની આ ધાર્મિક નિષ્ઠા જોઈને તેના પરિવારજનો સહિત નેશનલ પાર્ક સોસાયટીના રહીશો પણ આશ્ચર્ય અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. સાંજે ઇફ્તારના સમયે જ્યારે આ માસૂમ બાળકીએ પોતાનો રોજો ખોલ્યો, ત્યારે આસપાસના લોકો અને વડીલોએ તેને આશીર્વાદ આપી વધાવી લીધી હતી. નાની વયે સંયમ અને ઇબાદતના માર્ગે ચાલી રહેલી સારાએ દેશમાં અમન-શાંતિ અને સૌના સારા સ્વાસ્થ્ય માટે દુઆ માંગી હતી. આ નાનકડી દીકરીની હિંમત આજે સમાજમાં પ્રેરણાનું કેન્દ્ર બની છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.