Geo Gujarat News

અમરેલી: લીલીયાના ગુંદરણ પાસે આઈશર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં ૩ સગીરોનાં મોત, એક ગંભીર

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામ નજીક આજે રવિવારે (1 માર્ચ, 2026) એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રાત્રિના સમયે એક આઈશર ટ્રક પાછળ ચાર સવારી બાઈક ધડાકાભેર અથડાતા ત્રણ કિશોરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતકોમાં ૧૨ થી ૧૭ વર્ષની વયના પરપ્રાંતિય શ્રમિક કિશોરોનો સમાવેશ થાય છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ટ્રકની પાછળના ભાગે ફસાઈ ગયું હતું, જેના કારણે ત્રણ મિત્રોએ જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ૧૮ વર્ષીય સુનિલ સવેલસિંગને તાત્કાલિક સારવાર અર્થે લીલીયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકોની ઓળખ જયેશ બરસિંગ (૧૭), હેમરાજ સવેલસિંગ (૧૪) અને રઈલેશ સવેલસિંગ (૧૨) તરીકે થઈ છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવાર અને મિત્રવર્તુળના ત્રણ આશાસ્પદ કિશોરોના મોતથી શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.