Geo Gujarat News

વાગરામાં હોળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી, ડેપો સર્કલ ખાતે હોલિકા દહનનો લ્હાવો લેવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું..

વાગરા નગરમાં સત્ય પર અસત્યના વિજયના પ્રતીક સમાન હોળીના પર્વની ભક્તિભાવ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. વાગરાના મુખ્ય એવા ડેપો સર્કલ ખાતે હોળી પ્રગટાવવામાં આવી હતી, જ્યાં આસપાસના ગ્રામજનો અને નગરજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. હોળીના પવિત્ર અગ્નિના દર્શન કરી લોકોએ સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી.


ડેપો સર્કલ ખાતે આયોજિત આ હોલિકા દહન કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. હોળી પ્રગટ્યા બાદ ઉપસ્થિત લોકોએ પવિત્ર અગ્નિની પ્રદક્ષિણા કરી હતી અને તેમાં શ્રીફળ, ખજૂર અને ધાણી અર્પણ કરી અર્ઘ્ય આપ્યું હતું. લોકોએ એકબીજાને હોળીની શુભેચ્છાઓ પાઠવી તહેવારની મજા માણી હતી. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જાળવવામાં આવ્યો હતો. વાગરાના વેપારીઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉત્સવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહભર્યું બની ગયું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.