Geo Gujarat News

અંકલેશ્વર: LCB ઓફિસમાં ઘરફોડ ચોરીના આરોપીનો હંગામો, કાચ તોડી પોલીસ સાથે કરી ધક્કામુક્કી

અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા એક આરોપીએ પોલીસ પૂછપરછ દરમિયાન ઉશ્કેરાઈ જઈને LCB ઓફિસમાં તોડફોડ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંકલેશ્વર GIDC વિસ્તારના એક બંધ મકાનમાંથી 90,000ના ઘરેણાંની ચોરીના મામલે પોલીસે ભડકોદ્રાના જશમીનદરસિંગ અને જશપાલસિંગ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ બંનેને જ્યારે પૂછપરછ માટે LCB ઓફિસે લાવવામાં આવ્યા ત્યારે જશપાલસિંગે આક્રમક વલણ અપનાવ્યું હતું.આરોપી જશપાલસિંગે તેના ભાઈને ગુનો ન કબૂલવા દબાણ કરી ઓફિસના કાચ પર જોરદાર મુક્કા માર્યા હતા, જેમાં સરકારી મિલકતને નુકસાન થવાની સાથે તેને પોતાને પણ ઈજા પહોંચી હતી. આટલું જ નહીં, હંગામા દરમિયાન તેણે હાજર પોલીસ કર્મચારી સાથે ધક્કામુક્કી કરી સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. આરોપીના આ ઉદ્ધત વર્તન બદલ અંકલેશ્વર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે તેની વિરુદ્ધ તોડફોડ અને ફરજમાં રુકાવટનો વધુ એક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.