ભરૂચના સી.ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં ૧૧ વર્ષની માસૂમ સગીરા પર પડોશમાં જ રહેતા નરાધમે પશુતાની હદ વટાવી દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અત્યંત ગરીબ હાલતમાં તાડપત્રીના ઝૂંપડામાં રહેતા પરિવારની લાચારીનો લાભ ઉઠાવી નરાધમ પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમારે રાત્રિના અંધકારમાં આ કરતૂત આચર્યું હતું. ઘટનાની રાત્રે મચ્છરોના ત્રાસથી બચવા માતા-પિતા ધુમાડો કરીને ગાઢ નિદ્રામાં હતા, ત્યારે દરવાજા વગરના ઝૂંપડામાં ઘૂસી આરોપીએ સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
સગીરાની બૂમાબૂમ સાંભળી માતા-પિતા જાગી જતાં નરાધમ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો, પરંતુ તેની આ કાળી કરતૂત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી નરાધમ પિયુષની પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપી બુટલેગરનો ભાઈ હોવાથી ફરિયાદ બાદ કેટલાક અસામાજિક તત્વોએ પીડિત પરિવારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ફફડી ઉઠેલા પરિવારે ૧૧૨ નંબર પર કોલ કરી પોલીસ સુરક્ષા માંગવી પડી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com