Geo Gujarat News

અંકલેશ્વરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ભયાનકતા, બેફામ કારે માર્ગ પર અફરાતફરી મચાવી, ઇન્દ્રકુમાર નામનો ચાલક ઝડપાયો..

અંકલેશ્વરના ઓ.એન.જી.સી. કોલોનીથી કોસમડી સુધીના માર્ગ પર ગતરોજ એક બેકાબૂ કાર ચાલકે ભારે આતંક મચાવ્યો હતો. નશામાં ધૂત હોવાના આક્ષેપ સાથે એક કાર ચાલકે માર્ગ પર પસાર થતા રાહદારીઓ અને વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની વિગત મુજબ, ઇન્દ્રકુમાર લુહાર નામનો શખ્સ પોતાની કાર પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી રહ્યો હતો. તેણે સૌપ્રથમ ઓ.એન.જી.સી. વિસ્તારમાં એક રાહદારીને જોરદાર ટક્કર મારી હતી અને ત્યાંથી પકડાઈ જવાની બીકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.ભાગવાની લ્હાયમાં આ ચાલકે કોસમડી સુધીના રસ્તામાં અન્ય ચાર વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. અકસ્માતોની આ હારમાળા સર્જાતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને પીછો કરીને કાર ચાલકને આંતરી લીધો હતો. રોષે ભરાયેલા ટોળાએ ચાલકને પકડી પાડ્યો ત્યારે તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. ત્યારબાદ લોકોએ તેને મેથીપાક ચખાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને અકસ્માત પાછળના સચોટ કારણો જાણવા તજવીજ હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.