Geo Gujarat News

વાગરા: વિલાયતની ગ્રાસિમ કંપનીએ છેવાડાના ગામોમાં આરોગ્યની જ્યોત જગાવી, ૨૧૩ લોકોની આંખની તપાસ

ગ્રાસિમ અને સેવા રૂરલના સંયુક્ત ઉપક્રમે વ્હાલુ ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો: વાગરા તાલુકામાં આવેલી વિલાયત જીઆઈડીસીની જાણીતી કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ CSR ના ભાગરૂપે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગ્રાસિમ વિલાયતના સીએસઆર વિભાગ અને ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી વ્હાલુ પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય નેત્ર નિદાન અને મોતીયાબિંદ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં આંખના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને આધુનિક સારવાર પૂરી પાડવાનો હતો.

વ્હાલુ ગામે યોજાયેલા કેમ્પમાં ૧૧૨ લોકોને મફત ચશ્મા અને ૮ના મોતીયાના ઓપરેશન કરાયા: આરોગ્ય કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા કુલ ૨૧૩ દર્દીઓની આંખોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે ૧૧૨ જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, ૨૩ દર્દીઓમાં મોતીયાબિંદના લક્ષણો જોવા મળ્યા હતા, જેમાંથી ૮ દર્દીઓને તાત્કાલિક અસરથી સેવા રૂરલની વિશેષ બસ દ્વારા ઓપરેશન માટે રવાના કરવામાં આવ્યા હતા. ગ્રામીણ વિસ્તારમાં વસતા આર્થિક રીતે નબળા પરિવારો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ અને અગ્રણીઓએ ગ્રાસિમ કંપનીની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગ્રાસિમ દ્વારા માત્ર આવા કેમ્પ જ નહીં, પરંતુ મોબાઈલ મેડિકલ વાન દ્વારા પણ છેવાડાના માનવી સુધી નિયમિત આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવે છે જે ખરેખર પ્રશંસનીય છે. વ્હાલુ પ્રાથમિક શાળાના પરિવાર દ્વારા પણ તમામ સુવિધાઓ પૂરી પાડવા બદલ ગ્રાસિમ અને સેવા રૂરલની ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.