ભરૂચ જિલ્લાના આમોદ શહેરની પુરસા રોડ સ્થિત નવી નગરીમાં પવિત્ર ચાંદ રાત ના અવસરે આધ્યાત્મિકતા અને શ્રદ્ધાથી ભરેલો અનોખો માહોલ સર્જાયો હતો.રમઝાન ના છેલ્લા દસ દિવસ દરમિયાન મસ્જિદમાં એટેકાફમાં રહેલા બંદાઓએ પોતાની ઈબાદત પૂર્ણ કર્યા બાદ જ્યારે બહાર પગ મૂક્યો, ત્યારે સમગ્ર વિસ્તાર તેમના સ્વાગતમાં ઊભો રહી ગયો હતો.દસ દિવસ સુધી દુનિયાની વ્યસ્તતાઓથી દૂર રહી, ફક્ત ઈબાદતમાં લીન રહેનાર આ બંદાઓએ પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર બસ્તી, વિસ્તાર અને દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે દિલથી ખાસ દુઆઓ માંગી હતી.
તેમના સ્વાગત માટે ભવ્ય ઝુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરેક ચહેરા પર ખુશી અને દરેક દિલમાં શ્રદ્ધાનો ભાવ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ ફૂલહાર પહેરાવી એટેકાફ પૂર્ણ કરનારાઓનું સન્માન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન એકતા, ભાઈચારો અને ઈમાનની જીવંત ઝલક જોવા મળી હતી. આમોદની નવી નગરીમાં આ ચાંદ રાત માત્ર તહેવાર નહીં પરંતુ ઈબાદત અને આધ્યાત્મિકતા ની ઉજવણી બની રહી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com