Geo Gujarat News

આમોદમાં ઈદ-ઉલ-ફિત્ર ની રોનક : “ઈદ મુબારક”ની શુભેચ્છાઓ સાથે આમોદમાં ખુશીઓનો વરસાદ શહેર બન્યું એકતાનું પ્રતિક

આમોદ શહેર ખાતે ઈદ-ઉલ-ફિત્રની ભાઈચારા અને શાંતિના માહોલમાં ઉજવણી કરવામાં આવી. રમઝાન માસ પૂર્ણ થતા મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવા ઉમટી પડ્યા હતા.નમાઝ બાદ સૌએ એકબીજાને “ઈદ મુબારક” પાઠવી ખુશીઓ વહેંચી હતી. બાળકો થી લઈને વડીલો સુધી નવા વસ્ત્રોમાં ઉત્સાહભેર પર્વ ઉજવ્યો હતો.નમાઝ અદા કાર્ય બાદ મુસ્લિમ બિરાદરો પોતાના સગા વહાલા જે આ દુનિયાને છોડીને ગયેલ છે તેઓને ફાટીયા ખાની માટે કબ્રસ્તાને ગયેલ હતાં.આ અવસરે દેશની શાંતિ, એકતા અને સમૃદ્ધિ માટે દુઆઓ માંગવામાં આવી, જ્યારે હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ શુભેચ્છાઓ પાઠવી સામાજિક સૌહાર્દનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં આવ્યો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.