વાગરા તાલુકાના નાંદિડા ગામ નજીક ગત રાત્રીના સમયે એક ટ્રક પલટી જતા અકસ્માતની ઘટના સામે આવતા વિસ્તારમાં થોડા સમય માટે હડકંપ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રક ચાલક કોઈ અગમ્ય કારણોસર સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રોડ પરથી સાઈડમાં ઉતરી પલટી મારી ગયો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને સંભાળવામાં મદદરૂપ બન્યા હતા. અકસ્માતની જાણ થતા સંબંધિત તંત્રને પણ માહિતી આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે ગંભીર ઈજાના બનાવ સામે આવ્યા નથી, જેને પગલે સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રક પલટી જતા થોડા સમય માટે માર્ગ વ્યવહાર પર અસર જોવા મળી હતી અને વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી. આ બનાવને પગલે રાત્રીના સમયે વાહન ચલાવતા સમયે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com