વાગરા તાલુકામાં આવેલ વિલાયત ચોકડી વિસ્તારમાં ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિલાયત ચોકડી પાસે આવેલી નવી નગરી નજીકથી પસાર થઈ રહેલી એક નીલગાયને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, નીલગાય રોડ પર જ ફસડાઈ પડી હતી. અને ગંભીર ઈજાઓને પગલે લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માનવતા દાખવીને ગ્રામજનોએ આ અબોલ જીવને બચાવવા માટે સમયસૂચકતા વાપરી તુરંત વન વિભાગનો સંપર્ક કર્યો હતો. બનાવની ગંભીરતા જોઈ વન વિભાગની ટીમ પણ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગના અધિકારીએ પોતે સ્થળ પર હાજર રહી નીલગાયનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાવ્યું હતું. લોહીલુહાણ હાલતમાં તરફડતી નીલગાયને વન વિભાગે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર વધુ રહે છે, જેના કારણે અવારનવાર વન્ય જીવો અકસ્માતનો ભોગ બનતા હોય છે. હાલમાં વન વિભાગ દ્વારા નીલગાયની યોગ્ય સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com