આમોદ-સરભાન રોડ પર રોધ ગામ નજીક એક કાર અચાનક બેકાબૂ થઈને રોડ કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂર્ણ થઈ ગયો હતો અને કાચના કણા રોડ પર વેરાઈ ગયા હતા.આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તરત જ 108 ઈમરજન્સી સેવા ને જાણ કરવામાં આવી હતી.
108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને આમોદની રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ બંને ઘાયલોની હાલત હાલ સ્થિર છે અને તેઓ સારવાર હેઠળ છે.ઘટનાને લઈને પોલીસ તંત્ર એ તપાસ શરૂ કરી દીધી છે.કરણ ની કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે રસ્તા પર થોડી બેદરકારી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023