Geo Gujarat News

આમોદ: સિમરથા ગામે નવા જનપ્રતિનિધિઓનું ભવ્ય સન્માન, વિકાસના સંકલ્પ સાથે યોજાયો આવકાર સમારોહ

આમોદ તાલુકાના સિમરથા ગામમાં ગ્રામ પંચાયત અને ગામના વડીલોના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યોના સન્માન અને આવકાર માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામજનોની મોટી ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં નવી ચૂંટાયેલી ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ઉપપ્રમુખ મનોજભાઈ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ તેમજ પૂર્વ હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી કામગીરી કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. ગામજનો અને આગેવાનોએ નવા જનપ્રતિનિધિઓના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી વિકાસના નવા આયામો સર્જાય તેવી આશા વ્યક્ત કરી હતી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.