Geo Gujarat News

ભરૂચ: જિલ્લા કોર્ટ પરિસરમાં સાપ દેખાતા દોડધામ, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે ઝડપી જંગલમાં છોડ્યો!

ભરૂચ જિલ્લા કોર્ટના પાર્કિંગ વિસ્તારમાં અચાનક ધામણ જાતિનો સાપ નજરે પડતા થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી. કોર્ટ પરિસરમાં ઉપસ્થિત લોકોમાં ગભરાહટનો માહોલ સર્જાતા તાત્કાલિક જાણ વન્યજીવ બચાવ કામગીરી સાથે જોડાયેલા કાર્યકરોને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ Wild Life Rescue Trustના પ્રમુખ મુકેશ વસાવા તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ભારે ભીડ અને ઉત્સુક લોકો વચ્ચે તેમણે ખૂબ જ સાવધાનીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સાપને કાબૂમાં લીધો હતો. સમગ્ર કામગીરી દરમિયાન કોઈને ઈજા ન પહોંચે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. રેસ્ક્યુ બાદ ધામણ સાપને સુરક્ષિત રીતે માનવ વસાહતથી દૂર આવેલા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ધામણ બિનઝેરી સાપ છે અને ખેતી તેમજ પર્યાવરણ માટે લાભદાયક માનવામાં આવે છે. ઉંદર જેવા નુકસાનકારક જીવાતોના નિયંત્રણમાં આ સાપ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.